જ્યોતિષવિદ્યા ની વ્યવસ્થા, પરંપરા, અને માન્યતા ઓનો એક મોટો સમૂહ છે, જે આકાશીય પદાર્થોની સંરચનાની સંબંધિત સ્થિતિ અને તેને લગતી જાણકારી થી માણસનુ વ્યક્તિત્વ અને તેને લગતી બાબતો અને અન્ય માહિતી પૂરી પાડી શકે છે.
જ્યોતિષીઓ માને છે કે આકાશી ગ્રહ, નક્ષત્રો ની ગતિ અને સ્થિતિઓ પૃથ્વી પરના જનજીવન પર સીધો પ્રભાવ પાડે છે. તેને લગતી માહિતીઓ માનવ પર અનુભવાયેલી ઘટનાઓને મળતી આવે છે. આધુનિક જ્યોતિષીઓ જ્યોતિષવિદ્યાને એક સંકેતાત્મક ભાષા અથવા કલાના સ્વરૂપ અથવા અનુમાનના હિસાબે ઓળખાવે છે. આ વ્યાખ્યાઓમાં તફાવત હોવા છતા જ્યોતિષ માં સર્વસામાન્ય માન્યતા એ છે કે આકાશી પદાર્થોની ગોઠવણી ભૂતકાળના અને વર્તમાન ઘટનાઓના અર્થઘટનમાં અને ભવિષ્યની આગાહીમાં સહાયરૂપ નીવડી શકે છે. વૈજ્ઞાનિકો જ્યોતિષવિદ્યાને ખોટી માન્યતા પર આધારિત વિજ્ઞાન અથવા અંધશ્રદ્ધા તરીકે ગણે છે.
અસંખ્ય પરંપરાઓ અને પદ્ધતિઓ કે જે જ્યોતિષીય ખ્યાલ અપનાવે છે તેનો ઉદભવ ત્રીજી સહસ્ત્રાબ્દીના પ્રારંભમાં અનુભવાયો હતો. જ્યોતિષવિદ્યાએ સંસ્કૃતિને આકાર આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો, અગાઉની ખગોળશાસ્ત્ર, વેદો,અને વિવિધ પ્રણાલિઓ ઇતિહાસમાં જોવા મળે છે. હકીકતમાં, જ્યોતિષવિદ્યા અને ખગોળશાસ્ત્રમાં ઘણી વાર આધુનિક યુગ પહેલા અસ્પષ્ટતા હતી, આગાહીયુક્ત અને અનુમાનીત જાણકારીની ઇચ્છા ખગોળવિદ્યાને લગતા નિરીક્ષણો માટે અનેક પ્રેરણારૂપ પરિબળોમાંના એ હતા. 18મી સદી સુધીમાં પાછો આ વિદ્યાનુ ચલણ વધ્યું તે પછીના સમય મા ખગોળશાસ્ત્ર જ્યોતિષી અલગ પડવા લાગ્યા હતા. આખરે, ખગોળશાસ્ત્ર પોતાની રીતે જ્યોતિષી અસરોની કાળજી કર્યા વિના જ્યોતિષીય ઉદ્દેશો અને અસાધારણતાના પ્રયોગમૂલક અભ્યાસ તરીકે અલગ પ્રસ્થાપિત થયું હતું.
No comments:
Post a Comment