હનુમાનજી એ હિંદુ ધર્મના લોકપ્રિય મહાકાવ્ય રામાયણ માં મહત્વપૂર્ણ વ્યક્તિયોં માથી એક છે. હનુમાનજી ને રુદ્રાવતાર(અર્થાત ભગવાન શિવ ના અવતાર) માનવામા આવે છે. હનુમાનજી બલ અને બુદ્ધિ ના દાતા કહેવાય છે.
HANUMAN BHAKTI |
હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, એટલા માટે આ દિવસને હનુમાન જયંતી તરીકે ઉજવણી કરવા મા આવે છે. શ્રી હનુમાનજી ને વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ માનવામા આવે છે.
હનુમાનજી વિદ્વતા, બુધ્ધિ, રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્વજ્ઞાવગેરે સર્વગુણોથી સં૫ન્ન માનવામા આવે છે..
આવા સર્વજ્ઞ હનુમાનજી ના ભકતને કોઈ દુઃખ, કષ્ટ, વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મારુતિનંદન હનુમાનજીનુ અદ્વિતીય યોગદાન હતુ. હનુમાનજી સર્વગુણસંપન્ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નથી. હનુમાનજી હંમેશા શ્રી રામની ભકિતમાં લિન રહે છે. જયાંરે ભગવાન રામ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા ત્યારે હનુમાનજી ભગવાન રામને મળયા હતા. શ્રીરામે સીતાજી ને શોધ વાનું મુશ્કિલ કાર્ય હનુમાનજીને સોંપ્યું હતું તે તેમણે આકાર્યા પૂર્ણ કર્યુ હતું.
શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્વાસ રાખ્યો હતો. તેથી જ જયાંરે વિભીષણનો સ્વીકાર કરવો કે ન કરવો તે મુંઝચણમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને જાણીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કર્યો હતો. કારણ કે શ્રીરામ માટે હનુમાનજી માત્ર એક ભકત તરીકે જ નહોતા રામજી જાણતા હતા કે હનુમાનજી માં માણસને પારખવાની અદભુત શકિત છે.
શાસ્ત્રો ના મત અનુશાર હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્મહત્યા કર્યા અટકાવ્યા હતા.
હનુમાનજી માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર યોદ્ધા તરિકે પણ ઓળખાયા.
હનુમાનજીમાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. માટે હનુમાનજી એ એકલા રાવણની આખી લંકા સળગાવી નાખી હતી.
હનુમાનજી શ્રીરામના કોઈ પણ મહત્વનાં કાર્યો અને મહત્વપૂર્ણ ક્ષણોમાં હંમેશા સાથે જ રેહતા હતા. ઇન્દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને સંજિવની ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા.
રાવણનો યુધ્ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપવા શ્રીરામ હનુમાનજીને જ મોકલેલા હતા,
શ્રી હનુમાનજીનાં અદ્દભૂત કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્યાએ કહયું છે,
મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી.
હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં સાક્ષાત દેવ ગણવામા આવે છે.
No comments:
Post a Comment